મોરબી જિલ્લા વધુ 3 કેસ કોરોના પોઝિટિવ નોંધાયા - કોરાના વાઇરસ ન્યૂઝ
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-7864403-1027-7864403-1593694378835.jpg)
મોરબીઃ જિલ્લામાં કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે, જેને લઈને આરોગ્ય વિભાગની ચિંતામાં વધારો થતો જાય છે. મોરબી સિવિલ હોસ્પિટલથી ગઈકાલે 5 શંકાસ્પદ દર્દીના તેમજ અન્ય રૂટિંગ સ્ક્રિનિંગ હેઠળ સેમ્પલ લેવામાં આવ્યા હતા. જેમાંથી મોરબી શહેરના 89 વર્ષના વૃદ્ધનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જે દર્દી મોરબીના ઘાંચી શેરીના રહેવાસી હોય જેની તપાસ કરતા પણ કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી ધ્યાને આવી નથી. મોરબી જિલ્લામાં આજે ગુરુવારના વાંકાનેર અને જોન્સનગર બાદ આ ત્રીજો કોરોના રીપોર્ટ પોઝિટિવ આવ્યો છે અને શહેરમાં બીજો કોરોના પોઝિટિવ કેસ સાથે જિલ્લાનો કુલ આંક 33 પર પહોચ્યો છે.