મોરબી અને સુરેન્દ્રનગર જિલ્લામાં કોરોનાના કેસ વધતા ધારાસભ્યએ આંશિક લોકડાઉનની કરી માગ - પરસોત્તમ સાબરીયા
🎬 Watch Now: Feature Video
મોરબીઃ જિલ્લા સાથે સુરેન્દ્રનગર જિલ્લામાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે અને મૃત્યુ આંક પણ સાથે વધતો જાય છે, ત્યારે કોરોનાનું સંક્રમણ ઓછુ થાય તે માટે સરકાર દ્વારા તમામ પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. એવામાં હળવદ-ધ્રાંગધ્રાના ધારાસભ્ય પરસોત્તમ સાબરીયા અને હળવદ તાલુકા પંચાયતના પ્રમુખ ધર્મેન્દ્રસિંહ ઝાલાએ કલેક્ટરને પત્ર લખીને મોરબી જિલ્લા અને સુરેન્દ્રનગર જિલ્લામાં આંશિક લોકડાઉનની માંગ કરી છે અને હળવદ તાલુકામાં 15 દિવસનું લોકડાઉન જાહેર કરવા માટે રજૂઆત કરવામાં આવી છે. તેમજ અપીલ પણ કરી છે કે બિન જરૂરી લોકો બહાર ના નીકળે અને માસ્ક તથા સેનેટાઇઝરનો ઉપયોગ કરે.