ગુરુપૂર્ણિમાએ મોરારીબાપુની અપીલ, કહ્યું- લોકો ઘરે રહી ગુરુવંદના કરે - Guru
🎬 Watch Now: Feature Video
ભાવનગર: ગુરુપૂર્ણિમાના પાવન પર્વની પરંપરાગત રીતે મંદિરો અંને સંતોની જગ્યામાં ઉજવણી કરવામાં આવતી હોય છે, પરંતુ આ વર્ષે કોરોના સંક્રમણને લઈ તમામ જગ્યાઓ પર ગુરુપૂર્ણિમાની ઉજવણી બંધ રાખવામાં આવી છે. કથાકાર મોરારીબાપુએ પણ આજે વ્યાસપીઠ પરથી કહ્યું કે, તલગાજરડામાં ઘણા વર્ષોથી ગુરુપૂર્ણિમાની ઉજવણી વિનયપૂર્વક બંધ કરી દેવામાં આવી છે. જેથી આ વર્ષે પણ લોકોએ પોતાના ઘરમાં રહી ગુરુવંદના કરવી.