મોરબીમાં વિવિધ જગ્યાએ મોકડ્રીલ યોજાઈ - Mokdriel took place in the city of Morbi
🎬 Watch Now: Feature Video

મોરબીઃ શહેરમાં અકસ્માતોની હારમાળા સર્જાઈ હોય તેવી રીતે અકસ્માત થઇ રહ્યા છે. ત્યારે પુલ પર અકસ્માત અને નવી બનતી જિલ્લા પંચાયત કચેરીમાં આગ લાગી હતી. તો, મોરબીની આર્ટસ કોલેજમાં ભૂકંપના આંચકા અનુભવતા વિદ્યાર્થીઓ બહાર દોડી આવ્યાં હતા. ઘટનાની જાણ થતાં અસરગ્રસ્ત સ્થળે NDRF ટીમ, 108, ફાયર અને ડીઝાસ્ટર વિભાગ આવ્યું હતું અને રાહત અને બચાવ કામગીરી હાથ ધરી હતી. તેમજ જિલ્લા પંચાયત કચેરીમાં આગમાં ફસાયેલા લોકોને બહાર કાઢ્યાં હતા. આમ, એકાએક થતી ઘટનાઓના કારણે અફરાતફરીના માહોલ સર્જાયો હતો. ત્યારે તંત્રએ આ તમામ ઘટનાઓને મોકડ્રીલનો ભાગ હોવાનું જણાવતાં સૌએ રાહતનો શ્વાસ લીધો હતો. આ રીતે જિલ્લા વહીવટી તંત્રના માર્ગદર્શન હેઠળ ઈમરજન્સી સેવાઓની ચકાસણી કરવાના હેતુથી આજે મોકડ્રીલ યોજી હતી. જેમાં અકસ્માતના બાદ સારવાર ઉપરાંત આગ અને ભૂકંપની સ્થિતિમાં રાહત અને બચાવ કામગીરીની સમીક્ષા કરી હતી. તેમજ કૉલેજના વિદ્યાર્થીઓ અને નાગરિકોને ભૂકંપ કે આગ જેવી સ્થિતિમાં શું કરવું કેવી રીતે પોતાનો તેમજ અન્યનો બચાવ કરવો તેની માહિતી આપવામાં આવી હતી