ડીસામાં વડાપ્રધાન મોદીનો અનોખો જન્મ દિવસ ઉજવાયો... - narendra modi birthday news
🎬 Watch Now: Feature Video
ડીસાઃ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મ દિવસ સમગ્ર ભારતભરમાં ભાજપના કાર્યકર્તાઓ દ્વારા નમામિ દેવી નર્મદેનો કાર્યક્રમની ઉજવણી રુપે કરાયો હતો. ત્યારે ડીસા ખાતે પણ 17 મી સપ્ટેમ્બર ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ પર અનોખી ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ડીસા ખાતે આવેલા દિવ્યાંગ ભવનમાં ભાજપના કાર્યકર્તાઓ દ્વારા વડાપ્રધાનના જન્મ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. ડીસાના ધારાસભ્ય શશિકાન્તભાઈ પંડ્યા અને પાલિકા પ્રમુખ શિલ્પાબેન માળી શહેરમાં આવેલા દિવ્યાંગ ભવન ખાતે પહોંચી વડાપ્રધાનના જન્મદિવસની ઉજવણી કરી હતી. આ પ્રસંગે દિવ્યાંગો સાથે રહીને બુંદીના લાડુ ખવડાવી મો મીઠું કરાવ્યું હતું. પ્રસંગે ધારાસભ્યએ વડાપ્રધાનને જન્મદિવસની શુભેચ્છા પાઠવી.