મોડાસા સબ જેલના કેદીઓને જેલમાં ઉકાળો બનાવી પીવડાવ્યો - Ayurvedic Department of Aravalli District
🎬 Watch Now: Feature Video
અરવલ્લીઃ જિલ્લાના મુખ્યમથક મોડાસાની સબજેલમાં વિવિધ પ્રકારના ગુનામાં સંડોવાયેલા કેદીઓને બંધ રાખવામાં આવ્યા છે. કોરોના વાઈરસને ફેલાતો અટકાવવા માટે સરકાર દ્વારા 15થી વધુ વ્યક્તિઓને એક જગ્યા એકઠાં થવા પર પ્રતિબંધ લાદ્યો છે. જો કે, જેલ માટે આ શક્ય ન બને. જેથી આ રોગને જેલમાં ફેલાતો અટકાવવા માટે અરવલ્લી જિલ્લના આયુર્વેદિક વિભાગ દ્વારા જેલની અંદર રહેલા કેદીઓને કોરોના વાઈરસની અસર ન થાય તે માટે લેવાની રહેતી તકેદારી તેમજ સાફ સફાઈ અંગેની સમજ આપવામાં આવી હતી. આ ઉપરાંત કોરોના સામે રોગપ્રતિકારક વધારવા માટે વિવિધ જડીબુટ્ટીથી બનાવેલો ઉકાળો જેલમાં બનાવી કેદીઓને પીવડવામાં આવ્યો હતો.