ગુરૂ પૂર્ણિમાના દિવસે મોડાસા દેવરાજ ધામનો અનેરો મહિમા - Sarfaraz shaikh
🎬 Watch Now: Feature Video
અરવલ્લીઃ મોડાસામાં એક નાનકડી ડુંગરી ઉપર 750 વર્ષ જૂની દેવાયાત પંડિત અને સતી દેવલદેની જીવંત સમાધિ આવેલ છે. આ જગ્યા આજે અત્યંત વિકાસ પામીને દેવરાજધામ નામે પ્રસિદ્ધ તીર્થધામ બન્યુ છે. ગુરુપૂર્ણિમાના દિવસે હજારો ભક્તો દેવરાજધામના ગાદીપતિ મહંત ધનેશ્વરગિરીજી મહારાજના આશીર્વાદ લેવા માટે ઉમટી પડે છે. ગુરુ પ્રત્યેનો ઋણ અદા કરવા ગુરુપૂર્ણિમાના દિવસે ભક્તોમાં ગુરૂ કંઠી બાંધવા અને પૂજન માટે ભારે ઉત્સાહ જોવા મળે છે. આ પાવન અવસરે દેવરાજ ધામના ગાદીપતિ મહંત ધનેશ્વરગિરીજી મહારાજે શિષ્યોને પોતાના જીવન સુખમય અને સરળ બનાવવા માટે વ્યસન મુક્તિનો સંદેશ આપ્યો હતો.