છાંયા અને પોરબંદરને જોડતા માર્ગનું ધારાસભ્ય બાબુ બોખીરિયાના હસ્તે ખાતમુહૂર્ત કરાયું
🎬 Watch Now: Feature Video
પોરબંદર : છાંયા-પોરબંદરને જોડતા રસ્તાનું ધારાસભ્ય બાબુ બોખીરિયાના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ રોડનું નવીનીકરણનો ખર્ચ અંદાજે 48 લાખ રૂપિયા થશે. આ રોડનો લાભ છાંયા, રતનપર અને ઓડદરના ગામ લોકોને લાભ મળશે. ઉલ્લેખનીય છે કે, લાંબા સમયથી છાંયા, રતનપર અને ઓડદરથી પોરબંદર આવતો રસ્તો બિસ્માર હાલતમાં હતો. જેનું રિપેરિંગ કામ કરવા માટે અનેક વાર રજૂઆત કરવામાં આવી હતી.