જન્માષ્ટમી પર્વ નિમિત્તે મોરબી માર્કેટિંગ યાર્ડમાં છ દિવસનું મીની વેકેશન - મીની વેકેશન
🎬 Watch Now: Feature Video
મોરબીઃ પવિત્ર શ્રાવણ માસમાં સાતમ આઠમના તહેવારો આવે છે. જે તહેવારો નિમિતે મોરબી માર્કેટિંગ યાર્ડમાં મીની વેકેશન આજથી શરુ થયું છે. જન્માષ્ટમી પર્વ નિમિતે તા. 22 થી તા. 27 સુધી માર્કેટિંગ યાર્ડમાં કામકાજ બંધ રહેશે અને મીની વેકેશનનો માહોલ રહેશે. માર્કેટીંગ યાર્ડમાં હરાજી સહિતની કામગીરી તા. 28થી રાબેતા મુજબ શરુ થશે તો શાકભાજી વિભાગમાં માત્ર જન્માષ્ટમીના દિવસે એક જ દિવસની રજા રહેશે. જ્યારે, બાકીના દિવસો ખરીદ વેચાણ ચાલુ રહેશે. આમ તહેવારો નિમિત્તે મોરબીના માર્કેટિંગ યાર્ડમાં પણ વેકેશનનો માહોલ જોવા મળશે અને તા. 28થી યાર્ડની કામગીરી રાબેતા મુજબ શરુ કરાશે તેમ યાર્ડના ચેરમેન મગનભાઈ વડાવીયાએ જણાવ્યું હતું.