"મહા" વાવાઝોડાને પગલે હળવદના 40 અગરીયા પરિવારોનું સ્થળાંતર - letest news of morbi
🎬 Watch Now: Feature Video
મોરબીઃ સમગ્ર રાજ્યમાં ‘મહા’ વાવાઝોડાની આગાહી પગલે તંત્ર એલર્ટ મોડ પર છે. સાવચેતીના તમામ પગલા તંત્ર દ્વારા ભરવામાં આવી રહ્યા છે, ત્યારે હળવદ તાલુકાના રણકાંઠા વિસ્તારમાં માછીમારી કરવા આવેલા 40 જેટલા પરિવારોને હાલ તંત્ર અને સામાજિક કાર્યકરો દ્વારા સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. રાજ્યમાં ‘મહા’ વાવાઝોડાનું સંકટ તોળાઈ રહ્યું છે, ત્યારે આ વાવાઝોડાને પહોચી વળવા માટે તંત્ર દ્વારા તમામ સાવચેતીના ભાગરૂપે પગલા લેવામાં આવી રહ્યા છે.