પોરબંદર જિલ્લામાં 13 ઓગષ્ટ સુધી સભા સરઘસ બંધી: હુકમનો ભંગ કરનારા સામે દંડ અથવા સાદી કેદની કાર્યવાહી - પોરબંદરમાં સભા સરઘસ બંધી

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Jul 31, 2020, 9:45 AM IST

પોરબંદરઃ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પ્રવર્તમાન સ્થિતિ અને સભા, સરઘસ, ધરણા અને વિરોધ પ્રદર્શન સંદર્ભે અગમચેતીના પગલા રૂપે પોલીસ અધિક્ષક પોરબંદર તરફથી જાહેરનામાની દરખાસ્ત કરાતા પોરબંદરના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ રાજેશ. એમ. તન્નાએ જિલ્લામાં તા.૩૧-૭-૨૦૨૦ થી તા.૧૩-૮-૨૦૨૦ સુધી કોઇપણ સભા, મંડળી, સરઘસ માટે મનાઇ ફરમાવતું જાહેરનામું પ્રસિધ્ધ કર્યું છે. આ હુકમ ફરજ ઉપર હોય તેવી ગૃહ રક્ષક મંડળ, સરકારની નોકરીએ અવર જવર કરતી હોય તેવી વ્યકિત, લગ્નનો વરઘોડો, સરકાર દ્વારા યોજવામાં આવતા કાર્યક્રમો તેમજ પરવાનગી લઇને કાઢેલા સરઘસ સહિતના કાર્યક્રમોને લાગુ પડશે નહીં. આ હુકમનો ભંગ કરનારા સામે દંડ અથવા સાદી કેદની કાર્યવાહી કરાશે.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.