અમરેલીઃ CM વિજય રૂપાણીના જન્મદિવસ નિમિત્તે 65 હજાર મસ્કનું વિનામૂલ્યે વિતરણ કરાયું - mask distributed free
🎬 Watch Now: Feature Video
અમરેલી: ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીનો આજે (શનિવાર) 65મો જન્મદિવસ છે, ત્યારે અમરેલી જિલ્લા ભાજપના પુર્વ પ્રમુખ ડો. ભરત કાનાબાર દ્વારા મુખ્ય પ્રધાન રૂપાણીના જન્મદિવસની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી છે. ડો. ભરત કાનાબાર અને પી.પી.સોજીત્રાની ટીમ દ્વારા સમગ્ર જિલ્લામા આજના દિવસે 65 હજાર માસ્કનું વિનામૂલ્યે વિતરણ શરૂ કરવામાં આવ્યું હતું. અમરેલીના રાજકમલ ચોક ખાતેથી માસ્ક વિતરણ શરૂ કરી જિલ્લાના વિવિધ તાલુકા મથકો લાઠી, બાબરા, બગસરા, ધારી, સાવરકુંડલામા પણ માસ્ક વિતરણ કરવામા આવશે.