કોરોના કહેર, દાહોદમાં લગ્ન પ્રસંગો પર પ્રતિબંધ
🎬 Watch Now: Feature Video
દાહોદ: જિલ્લામાં અમલી બનેલા કરફ્યૂને પગલે કલેક્ટર વિજય ખરાડીએ સામાજિક પ્રસંગો ઉપર પણ પ્રતિબંધ મૂકી દીધો છે. હવે મરણ પ્રસંગને બાદ કરતાં કોઇ પણ પ્રકારના સામાજિક કાર્યક્રમો કરી શકાશે નહી. બીજી તરફ, જિલ્લા પોલીસ તંત્ર દ્વારા કરફ્યુનો સંપૂર્ણ અમલ કરાવવા માટે ઠેરઠેર નાકાબંધી કરી દેવામાં આવી છે. જિલ્લાને લાગતુ પડતી આંતરરાજ્ય સરહદો પણ સીલ કરી દેવામાં આવી છે. દાહોદ જિલ્લામાં ચાલતી લગ્નની મોસમ કોરોના વાઈરસના ફેલાવાનું મહત્વનું કારણ બની શકે છે. આ ગંભીર બાબતને ધ્યાને લઇ લગ્નનો મેળાવડો યોજવા ઉપર પણ પ્રતિબંધ જાહેર કરવામાં આવ્યો છે. જો કોઇ પરિવાર લગ્ન પ્રસંગનો મેળાવડો યોજતા જણાય તો તેને કારણે વર-વધૂ સહિતના આયોજકો સામે પોલીસ કાર્યવાહી કરવામાં આવશે.