કોરોનાના વધતા સંક્રમણને પગલે ડાકોરમાં બજારો બપોર પછી બંધ - ડાકોરમાં કોરોના સંક્રમણ
🎬 Watch Now: Feature Video
ખેડાઃ પવિત્ર યાત્રાધામ ડાકોરમાં પ્રતિદિન કોરોના પોઝિટિવના નવા કેસો સામે આવી રહ્યા છે. ડાકોરમાં કોરોનાના વધતા કેસોને પગલે ટેમ્પલ કમિટી દ્વારા મહત્વનો નિર્ણય લઈ રણછોડરાયજી મંદિર જાહેર દર્શન માટે બંધ કરવામાં આવ્યું છે. આ સાથે જ ડાકોર નગરપાલિકા દ્વારા આજથી બજારો સવારે 7 વાગ્યાથી બપોરે 1 વાગ્યા સુધી ખુલ્લા રાખવા વેપારીઓને અપીલ કરવામાં આવી હતી. જેને વેપારીઓ દ્વારા સંપૂર્ણ સમર્થન આપતા તમામ બજારો બપોરે 1 વાગ્યા પછી બંધ રહ્યા હતા. તેમજ હવેથી રોજ બપોરે 1 વાગ્યા પછી બજારો બંધ રહેશે. બજારો બંધ થતા નગરપાલિકા દ્વારા તમામ બજારોમાં સેનેટાઈઝેશન કરવામાં આવ્યું હતું.