લીંબડીમાં ભવાન ભરવાડની અધ્યક્ષમાં માલધારી સંમેલન યોજાયું
🎬 Watch Now: Feature Video
સુરેન્દ્રનગરઃ ગુજરાતમાં આઠ વિધાનસભાની પેટા ચૂંટણી આગામી 3 નવેમ્બરના રોજ યોજાવાની છે. ત્યારે રાજકીય પક્ષો દ્વારા પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે. ત્યારે 61 લીબડી વિધાનસભાની ચૂંટણી માટે ગુરૂવારના રોજ લીંબડીમાં એક માલધારી સંમેલન યોજાયું હતું. જેમાં ચુડા, સાયલા અને લીંબડીના માલધારી સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે માલધારી સમાજના આગેવાન અને લીંબડીના પૂર્વ ધારાસભ્ય ભવાનભાઈ ભરવાડ તેમજ સુરસાગર ડેરીના ચેરમેન બાબાભાઈ ભરવાડ હાજર રહ્યા હતા. આગામી ત્રણ તારીખના રોજ મોટી સંખ્યામાં લોકો મતદાન કરે અને ભાજપના ઉમેદવારને જંગી બહુમતીથી વિજય બનાવવા માટે અપીલ કરી હતી. આ સંમેલનમાં ગેડિયાના મહંત તેમજ માલધારી સમાજના આગેવાનો હાજર રહ્યા હતા. ગુજરાતમાં અને દેશમાં થયેલ વિકાસના કામો તેમજ સરકાર દ્વારા પશુપાલકોને મળતા લાભો વિશે વાત કરી હતી.