સંતરામપુરના ધારાસભ્ય દ્વારા સોશિયલ ડિસ્ટન્સ તેમજ ફરજિયાત માસ્ક પહેરવા નાગરિકોને અનુરોધ - Corona virus
🎬 Watch Now: Feature Video
મહીસાગરઃ કોરોના વાઇરસનાં સંક્રમણને ફેલાતું અટકાવવા માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અનેકવિધ પગલાંઓ લેવામાં આવ્યા છે. ત્યારે સંતરામપુર નગરમાં ધારાસભ્ય કુબેર ડીંડોરની આગેવાની હેઠળ સંતરામપુર નગરપાલિકા પ્રમુખ તેમજ નગરપાલિકાના સભ્યો, મામલતદાર અને ચીફ ઓફિસર દ્વારા સંતરામપુરના લોકોને માસ્ક અને આયુર્વેદિક ઉકાળાનું વિતરણ કરાયું હતું, સાથોસાથ વેપારીઓને સામાજિક અંતર જાણવવા અને ફરજીયાત માસ્ક પહેરવા માટે અનુરોધ કરવામાં આવ્યો હતો, તેમજ કોરોના સંદર્ભેની પત્રિકાઓનું વિતરણ કરાયું હતું, અને વેપારીઓ તથા ગ્રાહકો અને નાગરિકોને સેનેટાઇઝરથી હાથધોવા અંગે અપીલ કરાઇ હતી.