મહીસાગર કોરોના અપડેટઃ 19 નવા પોઝિટિવ કેસ નોંધાયા - વાઇરસ
🎬 Watch Now: Feature Video

મહીસાગરઃ જિલ્લામાં કોરોના વાઇરસના પોઝિટિવ કેસમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. મહીસાગર જિલ્લામાં 18 જુલાઈ, શનિવારના રોજ 19 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા હતા, જ્યારે અને 1 દર્દીનું અન્ય કારણોસર મોત થયું હતું. મહીસાગરમાં કુલ 245 પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાંથી 171 ડિસ્ચાર્જ અને 61 દર્દીઓ સારવાર હેઠળ છે. જ્યારે 13 લોકોએ કોરોના સંક્રમણના કારણે જીવ ગુમાવ્યો છે.