કચ્છના વકીલની હત્યા કેસમાં જામનગરના મહેશ્વરી સમાજે મામલતદારને આવેદનપત્ર આપ્યું - મહેશ્વરી સમાજે મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું
🎬 Watch Now: Feature Video
જામનગરઃ કચ્છમાં વકીલની હત્યા મામલે ઘેરા પ્રત્યાઘાત પડયા છે. જામનગરમાં મહેશ્વરી સમાજના આગેવાનો દ્વારા કલેક્ટર કચેરી ખાતે મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે. જેમાં તાત્કાલિક આરોપીની ધરપકડ કરી કડકમાં કડક સજા આપવાની માગ કરવામાં આવી છે. આ સાથે જ મહેશ્વરી સમાજે વકીલના પરિવારને ન્યાય નહીં મળવા પર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી છે. ઉલ્લેખનીય છે કે, મુંબઇ ક્રાઇમ બ્રાન્ચની મદદથી એક આરોપીની મુંબઇથી ધરપકડ કરવામાં આવી છે, જ્યારે અન્ય 5 જેટલા સંદિગ્ધ પણ પોલીસ પકડમાં હોવાનું બહાર આવ્યું છે.