ભારે પવન સાથે વરસેલા વરસાદને કારણે કેળા પકવતા ખેડૂતોને લાખો રૂપિયાનું નુકસાન - કેળા પકવતા ખેડૂતોને લાખોનું નુકશાન
🎬 Watch Now: Feature Video
ભરૂચઃ જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે. ત્યારે ઝઘડીયા તાલુકાનાં વણાકપોર ગામમાં અચાનક ભારે પવનના સુસવાટા સાથે વરસાદ તૂટી પડ્યો હતો. જેના કારણે કેળાનો પાક થડમાથી જમીન દોસ્ત થતા જગતના તાતને માથે મોટી આફત આવી હતી. જેના પગલે મોટું નુકસાન થયું હતું. કેળાના મણના 30 રૂપિયાથી પણ ઓછાં ભાવો મળવાના કારણે ખેડૂતોને નુકસાની વેઠવાનો વારો આવ્યો હતો. ત્યારબાદ હાલ પવન સાથે તૂટી પડેલા વરસાદને પગલે ખેતરોમાં ઊભા પાક પડી જતા નુકસાન થતા સરકાર દ્વારા ખેડૂતોને વળતર આપવામાં આવે તેવી માગ કરવામાં આવી છે.