અંકલેશ્વરમાં ભગવાન જગન્નાથની રથયાત્રા નહી યોજાય - રથયાત્રા
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-7712243-725-7712243-1592740998559.jpg)
ભરૂચઃ અંકલેશ્વરમાં ભગવાન જગન્નાથની રથયાત્રાને કોરોનાનું ગ્રહણ લાગ્યું છે. કોરોનાની મહામારી વચ્ચે ભરૂચ અંકલેશ્વરમાં ભગવાન જગન્નાથની રથયાત્રા રદ્દ રાખવાનો તંત્ર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. કોરોનાની મહામારી વચ્ચે ઉત્સવોની ઉજવણી પણ ફીકી પડી રહી છે, ત્યારે પૂરીને અમદાવાદમાં યાજાવનાર રથયાત્રા રદ્દ કરવાનો નિર્ણય લેવાતા ભરૂચ અંકલેશ્વરમાં ત્રણ સ્થળે યોજાવનાર રથયાત્રાને પણ કોરોનાનું ગ્રહણ નડ્યું છે. ભરૂચમાં જાદવ સમાજ આશ્રય સોસાયટી અને અંકલેશ્વરમાં એક સ્થળ મળી કુલ ત્રણ સ્થળેથી ભગવાન જગન્નાથની રથયાત્રા યાજાય છે. જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાય છે, ત્યારે આ વર્ષે કોરોનાના સંક્રમણના પગલે વધુ લોકો ભેગા ન થાય અને કોરોનાનું સંક્રમણ વધુ ફેલાતું અટકે એ માટે તંત્ર દ્વારા રથયાત્રા રદ્દ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેના પગલે ભક્તોમાં નિરાશા જોવા મળી રહી છે જો કે, કોરોનાના સંક્રમણ વચ્ચે આ નિર્ણય યોગ્ય છે, ત્યારે અંકલેશ્વરમાં ભગવાન જગન્નાથ મંદિરે ભક્તો દર્શન કરી શકે એ માટે તૈયારીઓ શરુ કરવામાં આવી છે..