વડોદરામાં મહાશિવરાત્રી પર્વને લઇ લોકડાયરાનું આયોજન, ગીતા રબારીએ રેલાવ્યા સૂર - latest news of Mahashivratri
🎬 Watch Now: Feature Video
વડોદરાઃ શહેરમાં સત્યમ શિવમ સુન્દરમ ટ્રસ્ટ અને શિવ પરિવાર દ્વારા આયોજિત મહાશિવરાત્રી મહોત્સવના પર્વે તરસાલી ખાતે સુપ્રસિદ્ધ કલાકાર ગીતાબેન રબારી અને પિયુષ મહારાજની ભજન સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મેયર ડોક્ટર જીગીશાબેન શેઠ, સાંસદ રંજનબેન ભટ્ટ, સ્થાયી સમિતિના ચેરમેન સતીશ પટેલ, મ્યુનિસિપલ કમિશનર, ઉપાધ્યાય શાસક પક્ષના નેતા કેતન બ્રહ્મભટ્ટ સહિતના મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે બહોળી સંખ્યામાં નગરજનો હાજર રહ્યા હતા અને ગીતા રબારી અને પિયુષ મહારાજના લોક ડાયરાની મજા માણી હતી.