રસ્તા વચ્ચે સિંહ માણી રહ્યો છે દાવત, જુઓ વીડિયો - ગાયનું મારણ

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Sep 28, 2020, 6:04 PM IST

ગીર સોમનાથ : ગીરમાં લોકો અને સિંહો વચ્ચેનું તાદાત્મ્ય એ વિશ્વ માટે ઉદાહરણ રૂપ માનવામાં આવે છે. આ તાદાત્મ્યની સાક્ષી પૂરતો બનાવ ગીર સોમનાથના રામપરા ગામે બન્યો હતો. રવિવારની રાત્રીએ તાલાલા તાલુકાના રામપરામાં 3 સિંહ આવી ચડ્યા હતા. આ સિંહોએ રસ્તા વચ્ચે જ એક ગાયનું મારણ કર્યું હતું. સૂર્યોદય થતાં બે સિંહ મારણ મુકી જતા રહ્યા પણ એક સિંહે મારણ ખાવાનું શરૂ રાખ્યું હતું. ગામના લોકોએ આ બાબતે વન વિભાગને જાણ કરી હતી અને સિંહને કોઈપણ રંજાળ ન થાય તેની કાળજી રાખી હતી. જે બાદ વન વિભાગની ટીમ દ્વારા સિંહને ગામની સીમથી દૂર જંગલમાં ખસેડવામાં આવ્યો હતો.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.