પંચમહાલના ઘોઘંબામાં દીપડાએ 5 વર્ષની બાળકી પર હુમલો કર્યો - દીપડાનો હુમલો
🎬 Watch Now: Feature Video
પંચમહાલઃ જિલાના ઘોઘંબા તાલુકાનાં વાવકુડલી ગામનાં જુનાફળિયામાં રહેતી 5 વર્ષની માસૂમ બાળકી ગતરોજ સોમવારની સાંજે આંગણે રમતી હતી. તે સમયે અચાનક દીપડાએ હુમલો કર્યો હતો. જે દરમિયાન બૂમાબૂમ થતા દીપડો બાળકીને ઇજા પહોંચાડી ભાગી છૂટ્યો હતો. બાળકીને ઇજા થતાં નજીકના ખાનગી દવાખાને ખસેડવામાં આવી હતી. જ્યાં પ્રાથમિક સારવાર બાદ 108 મારફતે વધુ સારવાર માટે ગોધરા સિવિલ હોસ્પિટલ ખસેડાઇ હતી. ઘોઘંબા તાલુકામાં દિપડાએ એક જ મહિનામાં બે કે વધુ વાર હુમલો કર્યાના અહેવાલ પ્રાપ્ત થયા છે.