રાજકોટ LCBએ 4 આરોપીઓને ઝડપી પાડ્યા, જેતપુરમાં 3 દિવસ પહેલા સોનાની કરી હતી ચોરી - ન્યુઝ ઓફ રાજકોટ
🎬 Watch Now: Feature Video
રાજકોટ : જેતપુરમાં ત્રણ દિવસ પહેલા સોની વેપારીની આંખમાં મરચું છાંટી 30 લાખની લૂંટ કરનાર 4 આરોપીને પોલીસે પકડી પાડ્યા છે. રાજકોટ LCBએ સાકીર ખેડારા, સમીર બાબો ખેડારા અને અકબર રીગડીયા નામના 4 આરોપીને રાજકોટ પાસે કોઠારિયા સોલ્વન્ટમાંથી ઝડપી પાડ્યા છે. આરોપીઓ CCTVમાં કેદ ન થાય તે માટે લૂંટને અંજામ આપે તે પહેલાં જ બાઈકની નંબર પ્લેટ ફોલ્ટ કરી હતી. પોલીસે તેની પાસેથી 28.40 લાખની કિંમતના સોનાના દાગીના, 1.43 લાખની રોકડ અને 5 મોબાઈલ સહિત કુલ 30 લાખ 10 હજાર રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. લૂંટ કરનાર આરોપીઓએ 1 વર્ષ પહેલા આ લૂંટનો પ્લાન ઘડ્યો હતો.