પાટણમાં વકીલોએ રેડ રીબીન ધારણ કરી દર્શાવ્યો વિરોધ - પાટણ બાર કાઉન્સિલ એસોસિએશન
🎬 Watch Now: Feature Video
પાટણ: ગત શનિવારે દિલ્લીની તીસ હજારી કોર્ટે દિલ્લીની તીસ હજારી કોર્ટ પાર્કિંગ કરવાના મુદ્દે કોર્ટના વકીલો અને પોલીસ કર્મચારીઓ વચ્ચે મારામારી થઈ હતી. આ ઘટનામાં પોલીસ અને વકીલો ઇજાગ્રસ્ત થયા હતા. આ ઘટનાને પગલે પોલીસ દ્વારા વિરોધ પ્રદર્શિત કરી ન્યાયની માંગણી કરી હતી. ત્યારે વકીલોએ પણ પોલીસના અમાનુષી વર્તન સામે બાર કાઉન્સિલ દ્વારા વિરોધ કરવાની સૂચના બાર એસોસિએશનને આપતા પાટણ બાર એસોસિએશનના વકીલોએ રેડ રીબીન ધારણ કરી ઘટનાને વખોડી હતી.