રાજ્યમાં 'મહા' સંકટની વચ્ચે સોમનાથ ચોપાટી પર સુરક્ષાકર્મીનો અભાવ - સોમનાથ ચોપાટી પર સુરક્ષાકર્મીનો અભાવ
🎬 Watch Now: Feature Video
ગીરસોમનાથઃ 'મહા' ચક્રવાતનું સંકટ સમગ્ર રાજ્ય પર મંડરાઇ રહ્યું છે, ત્યારે રાજ્ય સરકાર દ્વારા તંત્રને એલર્ટ જાહેર કરાયું છે અને સાથે જ તંત્ર દ્વારા સોમનાથ નજીકની ચોપાટી પર દરિયા નજીક જવા પર તંત્રએ મનાય હુકમ પણ જાહેર કરવામાં આવ્યો છે. તેમ છતાં સોમનાથ ચોપાટી પર સહેલાણીઓ દરિયામાં મજા માણતા જોવા મળ્યા હતા અને આ માહિતીના અભાવે જીવના જોખમે આનંદ લઇ રહ્યા છે. પરંતુ, ચોપાટી પર સુરક્ષાકર્મીનો અભાવ જોવા મળ્યો છે, જે સહેલાણીઓને યોગ્ય માર્ગદર્શન આપી શકે.