રાજપીપળા નગરપાલિકાના પ્રમુખ પદે કુલદીપસિંહ ગોહિલની વરણી - Kuldeep Singh Gohil as Municipal President
🎬 Watch Now: Feature Video
નર્મદાઃ જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપનો ભગવો લેહેરાયો છે. ત્યારે રાજપીપળા નગરપાલિકામાં આ વખતે ભાજપને 28 બેઠકોમાંથી 16 બેઠકો મળી છે. રાજપીપળા પાલીકામાં આ વખતે સૌથી વધુ યુવા ઉમેદવારો ચૂંટાયા છે. ત્યારે રાજપીપળા નગરપાલિકાના પ્રમુખ અને ઉપ પ્રમુખની વરણી કરવામાં આવી છે. 26 વર્ષીય કુલદીપસિંહ ગોહિલ પ્રમુખ તરીકે બિનહરીફ ચૂંટાઈ આવ્યાં છે. રાજ્યની પાલિકાઓમાં કુલદીપસિંહ ગોહિલ સૌથી યુવા પ્રમુખ છે.