સુરેન્દ્રનગરઃ વઢવાણ ગેબનશાપીર સર્કલ પાસેથી 27 પશુ ભરેલી ટ્રકને જીવદયા પ્રેમીઓએ રોકી પોલીસને હવાલે કરી
🎬 Watch Now: Feature Video
સુરેન્દ્રનગરઃ જિલ્લામાં વિરમગામના જીવદયા પ્રેમીઓએ બાતમીના આધારે વઢવાણ ગેબનશાપીર સર્કલ પાસે ચેકીંગ કામગીરી હાથ ધરી હતી. તે દરમિયાન શંકાસ્પદ રીતે તાડપત્રી બાંધેલી હાલતમાં ટ્રક પસાર થતા જીવદયા પ્રેમીઓએ તેને રોકવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ટ્રકના ડ્રાઈવરે ટ્રક નહી રોકતા જીવદયા પ્રેમીઓએ ફિલ્મી ઢબે ટ્રકનો પીછો કરી તેને રોક્યો હતો. ત્યારે ટ્રકની તલાશી લેતા તેમાંથી ઘાસચારો પાણીની વ્યવસ્થા કર્યા વિના 27 જેટલા પશુઓ મળી આવ્યાં હતા. આ બનાવમાં ત્રણમાંથી બે લોકો ફરાર થઇ ગયા હોવાનું અને એક વ્યક્તિ ઝડપાઈ ગયો હોવાનું જાણવા મળ્યું છે. ઝડપાયેલા પશુ સાથેના વાહનને બી ડિવિઝન પોલીસ મથકે સોંપી દેતા પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.