જામનગરમાં ભૂમાફિયા બન્યા બેફામ, પ્રોફેસરના ઘર પર 2 રાઉન્ડ ફાયરિંગથી ચકચાર - jamnagar crime rate
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-5070835-thumbnail-3x2-hd.jpg)
જામનગર: ફાયરિંગની ઘટના સામે આવતા ચકચાર મચી છે. હજુ 2 દિવસ પહેલા એક્સ આર્મીમેને શ્રમિક પર ફાયરિંગ કર્યું હતું. બાદમાં ગુરુવાર રાત્રે ભૂમાફિયા જયેશ પટેલના સાગરીતોએ 2 રાઉન્ડ ફાયરિંગ કરી ડૉકટરની કારમાં નુકસાન કર્યું છે. મોડી રાત્રે દોઢ વાગ્યે બાઇક પર આવેલા ચાર જેટલા ઈસમોએ 2 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. પહેલા રાઉન્ડામાં પ્રોફેસરના ઘર પર અને બાદમાં કાર પર ફાયર કર્યુ હતું. વહેલી સવારે પ્રોફેસર કોલેજ ગયા હતા અને કોલેજથી આવ્યા બાદ પણ પોતાના ઘરે રહેલા સીસીટીવી ફૂટેજ તપાસતા ચાર ઈસમો ફાયરિંગ કરતા નજરે પડ્યા હતા.