જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કોન્ટ્રાક્ટ પર કામ કરતા કર્મચારીઓની કાયમી કરવાની માંગ - employee protest for permanent job
🎬 Watch Now: Feature Video
જામનગર : મ્યુનિસિપલ કોર્પોરેશનમાં આરોગ્ય વિભાગના કોન્ટ્રાક્ટ બેઝ કર્મચારીઓએ કાયમી કરવાની માગ કરી છે. જામનગર મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગમાં વર્ષોથી કોન્ટ્રાક્ટ બેઝ પર ફરજ બજાવતા 110 જેટલા કર્મચારીઓએ પોતાને નોકરીમાં કાયમી કરવાની માગ સાથે વિરોધ પક્ષના નેતા અલ્તાફ ખાફી તેમજ મેયર સહિતના અગ્રણીઓ સમક્ષ રજૂઆત કરી હતી. થોડા સમય પહેલા જ રાજ્ય સરકાર દ્વારા મહાનગરપાલિકામાં આરોગ્ય વિભાગમાં ભરતી કરવાની જાહેરાત આપવામાં આવેી હતી, ત્યારે આ કર્મચારીઓ માગ કરી રહ્યા છે કે, તેઓ કોન્ટ્રાક્ટ બેઝ પર છે તો તેમને આ ભરતીમાં અગ્રીમતા આપવામાં આવે અને કોન્ટ્રાક્ટ બેઝમાંથી કાયમી કરવા આવે.