જામનગર બસ ડ્રાઇવરની બેફિકરાઈ, ધસમસતા પાણીમાં ચલાવી બસ, વીડિયો વાયરલ
🎬 Watch Now: Feature Video
જામનગર: જિલ્લા અને દેવભૂમિ દ્વારકામાં છેલ્લા ત્રણ દિવસથી સાંબેલાધાર વરસાદ વરસ્યો છે. જે પ્રકારનો અનરાધાર વરસાદ ખાબક્યો છે, જેનાથી અનેક નદી-નાળાઓમાં પૂર આવ્યાં છે, તો અનેક ડેમ પણ ઓવરફ્લો થયા છે. આ સાથે જ શહેરના મોટાભાગના રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા, ત્યારે જામનગર એસ.ટી બસના ડ્રાઈવરની બેફિકરાઈ સામે આવી છે, બસને પાણીને ધસમસતા પ્રવાહમાં ચલાવી છે. આ પાણીના પ્રવાહમાં ટ્રકો પણ ડૂબેલા છે, તે ઉંડા પાણીમાં બસ ડ્રાઈવરે બસ ચલાવી હતી. બસ ડ્રાઈવરે જે રીતે બેફિકરાઈથી પાણીના ધસમસતા પૂરમાં બસ ચલાવી છે, તેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.