બાકી ટેક્સ નહીં ચૂકવાતા જંબુસરના ST ડેપો મેનેજરની ઓફિસ સીલ કરાઈ - જંબુસર એસટી ડેપો
🎬 Watch Now: Feature Video
જંબુસરઃ ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમના જંબુસર ડેપોને ટેક્સ નહીં ચૂકવવો ભારે પડ્યો છે. બાકી ટેક્સને કારણે જંબુસર ST ડેપો મેનેજરની ઓફિસ સીલ કરવામાં આવી હતી. જંબુસર ST ડેપોના બાકી નીકળતા રૂપિયા 16 હજારના મહેસુલ વેરાની વસૂલાત માટે તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી હતી. સરકારના જ ST નિગમ સામે મામલતદાર દ્વારા કડક કાર્યવાહી કરાતા અધિકારીઓમાં દોડધામ મચી ગઈ હતી.