નવી દિલ્હી: ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ આગામી મહિલા T20 વર્લ્ડ કપ માટે ભારતની U-19 ટીમની જાહેરાત કરી છે. 15 સભ્યોની ટીમનું નેતૃત્વ નિકી પ્રસાદ કરી રહ્યા છે. ભારત અંડર-19 મહિલા ચેમ્પિયન છે અને આ વખતે પણ ટાઈટલ બચાવવાનો પ્રયાસ કરશે.
નિકી પ્રસાદ એશિયા કપ વિજેતા ટીમના કેપ્ટન:
નિકી પ્રસાદના નેતૃત્વમાં ટીમ ઈન્ડિયા પોતાનું અભિયાન ચાલુ રાખશે. નિકીની કપ્તાની હેઠળ, ભારતે તાજેતરમાં મલેશિયાના કુઆલાલંપુરમાં અંડર-19 મહિલા એશિયા કપનો પ્રથમ ખિતાબ જીત્યો હતો. રસપ્રદ વાત એ છે કે, ફરીથી અંડર-19 મહિલા વર્લ્ડ કપ પણ મલેશિયામાં જ 18 જાન્યુઆરીથી 2 ફેબ્રુઆરી, 2025 દરમિયાન યોજાશે.
🚨 News 🚨
— BCCI Women (@BCCIWomen) December 24, 2024
India’s squad for ICC Under-19 Women’s T20 World Cup 2025 announced#TeamIndia | Details 🔽
2023 માં, શૈફાલી વર્માની કપ્તાની હેઠળ ભારતે દક્ષિણ આફ્રિકામાં પ્રથમ અંડર-19 મહિલા વર્લ્ડ કપ જીત્યો હતો. એશિયા કપ વિજેતા ટીમમાંથી વૈષ્ણવી એસને મુખ્ય ટીમમાં સામેલ કરવામાં આવી છે, જ્યારે નંદના એસને રિઝર્વ ખેલાડીઓમાં સામેલ કરવામાં આવી છે. સાનિકા ચાલકે ટીમમાં વાઇસ-કેપ્ટન હશે અને કમલિની અને ભાવિકા આહીરને વિકેટકીપર તરીકે ટીમમાં સ્થાન આપવામાં આવ્યું છે.
કેવું હશે ટૂર્નામેન્ટનું ફોર્મેટ?
ટૂર્નામેન્ટમાં 4 ગ્રુપ છે અને દરેક ગ્રુપમાં 4 ટીમ હશે. ભારતને યજમાન મલેશિયા, વેસ્ટ ઈન્ડિઝ અને શ્રીલંકા સાથે ગ્રુપ Aમાં રાખવામાં આવ્યું છે. ભારતની ગ્રુપ મેચો કુઆલાલંપુરના બેયુમાસ ઓવલ સ્ટેડિયમમાં રમાશે. ભારત પોતાની પ્રથમ મેચ 19 જાન્યુઆરીએ વેસ્ટ ઈન્ડિઝ સામે રમશે.
ગ્રુપ સ્ટેજ પછી દરેક ગ્રુપમાંથી 3 ટીમ સુપર-6 માટે ક્વોલિફાય થશે. સુપર સિક્સમાં 12 ટીમોને બે ગ્રુપમાં વહેંચવામાં આવશે. ગ્રુપ 1માં ગ્રુપ A અને ગ્રુપ Dમાં ટોપ 3 ટીમો હશે. જ્યારે ગ્રૂપ 2 માં ગ્રૂપ બી અને ગ્રૂપ સીની ટોચની 3 ટીમો હશે.
🚨 Defending champions India announce squad for the U19 T20 World Cup 2025 🏆
— Women’s CricZone (@WomensCricZone) December 24, 2024
▶️ India add a fourth left-arm spinner in Vaishnavi Sharma to the U19 Asia Cup squad
▶️ Nandhana S, Ira Jadhav, Anaadi Tagde as standbys#U19WorldCup pic.twitter.com/Vk1FzCbdE4
સુપર સિક્સમાં, ટીમો તેમના અગાઉના પોઈન્ટ, જીત અને નેટ રનરેટ સાથે આગળ વધશે. સુપર સિક્સમાં દરેક ટીમ 2 મેચ રમશે. સુપર સિક્સના બે જૂથમાંથી ટોચની બે ટીમો સેમિફાઇનલ માટે ક્વોલિફાય થશે, જે 31 જાન્યુઆરી, 2025ના રોજ યોજાશે. ટુર્નામેન્ટની ફાઈનલ 2 ફેબ્રુઆરી, 2025ના રોજ રમાશે.
અંડર-19 મહિલા વર્લ્ડ કપ માટે ભારતીય ક્રિકેટ ટીમ :-
નિકી પ્રસાદ (કેપ્ટન), સાનિકા ચાલકે (વાઈસ-કેપ્ટન), જી ત્રિશા, કમલિની જી (વિકેટકીપર), ભાવિકા આહિર (વિકેટકીપર), ઈશ્વરી અવસારે, મિથિલા વિનોદ, જોશિતા વી.જે. , સોનમ યાદવ , પરિણીતા સિસોદિયા , કેસરી દૃષ્ટિ , આયુષી શુક્લા , આનંદિતા કિશોર , MD શબનમ , વૈષ્ણવી એસ.
રિઝર્વ ખેલાડીઓ: નંદના એસ, ઇરા જે, અનાડી ટી.
આ પણ વાંચો: