ETV Bharat / state

હવે સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં પણ ગાજવીજ સાથે માવઠું થશે! હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી - GUJARAT WEATHER FORECAST

રાજ્યમાં આગામી 26, 27 અને 28મી ડિસેમ્બરના રોજ ઘણા જિલ્લાઓમાં કમોસમી વરસાદ સંભાવના છે.

ગુજરાતમાં  માવઠાની આગાહી
ગુજરાતમાં માવઠાની આગાહી (ETV Bharat GFX)
author img

By ETV Bharat Gujarati Team

Published : 13 hours ago

અમદાવાદ: ગુજરાતમાં આ વર્ષે પણ ભર શિયાળે કમોસમી વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. રાજ્યમાં આગામી 26, 27 અને 28મી ડિસેમ્બરના રોજ ઘણા જિલ્લાઓમાં કમોસમી વરસાદ સંભાવના છે. હવામાન વિભાગે દ્વારા આ અંગે હાલમાં જ જાણકારી આપવામાં આવી હતી. જોકે લેટેસ્ટ વેધર બુલેટિન મુજબ, હવે સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં પણ આ દિવસો દરમિયાન વરસાદ પડવાની આગાહી છે. એટલે કે એકબાજુ શિયાળાની ઠંડીની વચ્ચે હવે લોકોએ રેઈનકોટ પણ બહાર કાઢીને રાખવા પડશે.

કઈ તારીખે કયા જિલ્લામાં પડશે વરસાદ?
26 ડિસેમ્બરે રાજ્યના કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ અને દાદરા અને નગર હવેલી, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ અને દીવમાં ગાજવીજ સાથે છૂટા છવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની પડવાની સંભાવના છે.

3 દિવસ વરસાદની આગાહી ધરાવતા જિલ્લા
3 દિવસ વરસાદની આગાહી ધરાવતા જિલ્લા (Weather Department IMD)

આવી જ રીતે 27 ડિસેમ્બરે પણ રાજ્યના કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ અને દાદરા અને નગર હવેલી, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ અને દીવમાં ગાજવીજ સાથે છૂટા છવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની પડવાની સંભાવના છે. ખાસ છે કે આ બે દિવસ દરમિયાન 30-40 કિમીની ઝડપે પવન ફૂંકાઈ શકે છે.

આ બાદ 28મી ડિસેમ્બરે અમરેલી, ભાવનગર, નવસારી, તાપી, ડાંગ, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં છુટાછવાયા સ્થળોએ હળવો વરસાદ થવાની સંભાવના છે.

ગુજરાતમાં શિયાળામાં માવઠાની પેટર્ન બની રહી છે
ખાસ છે કે, ગુજરાતમાં છેલ્લા કેટલાક વર્ષોથી શિયાળા દરમિયાન માવઠું થઈ રહ્યું છે, જેના કારણે શિયાળુ પાક લેનારા ખેડૂતો ચિંતિત બનતા હોય છે. એવામાં આ વર્ષે પણ માવઠું થશે તો ચોક્કસથી ખેડૂતોની મહેનત પર પાણી ફરી જશે.

આ પણ વાંચો:

  1. બે રૂપિયે કિલો વેચાઈ ડુંગળી, જુનાગઢ APMCમાં ડુંગળીના ભાવ તળીયે ગયા
  2. GHCL વિરોધ: કંપનીને પર્યાવરણીય મંજૂરી મળી છતાં ગ્રામજનો કાયદાકીય લડત કરવા પણ તૈયાર

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.