વડોદરામાં શાળાએ જતા બાળકોને પ્રાથમિક સુવિધાના અભાવે પડતી મુશ્કેલીને લઇ રજુઆત - Vadodara Latest News
🎬 Watch Now: Feature Video
વડોદરાઃ જિલ્લાના પાદરા તાલુકાના જલાલપુરા ગામે બાળકોને શાળાએ પહોંચવામાં મુશ્કેલી પડે છે જેની લેખિતમાં રજુઆત કરવામાં આવી હતી. છેલ્લા કેટલાક સમયથી આ વિસ્તારના યોગ્ય રસ્તા તેમજ અન્ય સુવિધાઓને અભાવે બાળકોને મુસીબતોનો સામનો કરવો પડી રહ્યો છે. અનેકવાર રજુઆત કરવા છતાં કોઈ યોગ્ય કાર્યવાહી કરવામાં ન આવતા લેખિતમાં રજુઆત કરવામાં આવી હતી અને યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માગ સ્થાનિકો દ્વારા કરવામાં આવી હતી.