દાહોદમાં આંતરરાષ્ટ્રીય બાળ દિવસની ઉજવણી કરાઈ - dahod news
🎬 Watch Now: Feature Video
દાહોદ: ગરબાડા ચોકડી પર આવેલ ચિલ્ડ્રન હોમ મુકામે કલેકટરની અધ્યક્ષતામાં આંતરરાષ્ટ્રીય બાળ દિનની ઉજવણી કરવામાં આવી હતી. વૈશ્વિક સ્તરે બાળકોના અધિકારો, શિક્ષણ અને તેના હકોને ઉજાગર કરવાના હેતુથી આંતરરાષ્ટ્રીય બાળ દિનની ઉજવણી કરવામાં આવે છે. આ તકે મહાનુભવોએ બાળકોને મિઠાઈ તેમજ શૈક્ષણિક કીટનું વિતરણ કર્યું હતું. આ કાર્યક્રમમાં જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના મંત્રી અને જજ બી.એસ પટેલ, જિલ્લા પોલીસ વડા હિતેશ જોયસર, પ્રાંત અધિકારી તેજસ પરમાર, બાળ કલ્યાણ સમિતિના ચેરમેન નરેન્દ્ર સોની ઉપસ્થિત રહ્યા હતાં.