સરસ્વતી ડેમમાં પાણી છોડાતા નર્મદા નીરના વધામણાં કરાયાં - Saraswati river
🎬 Watch Now: Feature Video

પાટણઃ ઉપરવાસમાં થયેલાં ભારે વરસાદને કારણે ગુજરતની જીવાદોરી નર્મદા ડેમ ઓવરફ્લો થયો છે. ત્યારે આ ડેમનું પાણી ગુજરાતની નદી અને ડેમમાં ઠાલવવામાં આવી રહ્યુ છે. ત્યારે પાટણની સરસ્વતી નદીમાં નર્મદા નીર આવતાં પાટણના ધારાસભ્ય ડૉ. કિરીટ પટેલ અને સિદ્ધપુરના ધારાસભ્ય ચંદનજી ઠાકોરે સરસ્વતી ડેમ ખાતે જઈ નર્મદાના નીરના વધામણાં કર્યા હતાં. સરકાર દ્વારા સુજલમ સુફલામ કેનાલ મારફતે સરસ્વતી જળાશયમાં પ્રતિ દિન 70 ક્યુસેક નર્મદાનું પાણી છોડવામાં આવી રહ્યું છે. ત્યારે પાટણમાં આનંદની લહેર જોવા મળી રહી છે.