ભરૂચ નજીક નર્મદાનું જળ સ્તર વધતા નદીના પાણી સ્પેશિયલ કોવિડ સ્મશાન સુધી પહોંચ્યા - સ્મશાનમાં વરસાદનું પાણી
🎬 Watch Now: Feature Video
ભરૂચ નજીક નર્મદાનું જળ સ્તર વધતા નદીના પાણી સ્પેશિયલ કોવિડ સ્મશાન સુધી પહોંચી ગયા છે. ત્યારે નર્મદા નદીના ધસમસતા પ્રવાહ સામે વરસતા વરસાદ વચ્ચે કોરોનાગ્રસ્ત મૃતકની અંતિમ ક્રિયા કરતા સ્વયંસેવકો નજરે પડ્યા હતા. કોરોનાગ્રસ્ત દર્દીઓના મૃત્યુ બાદ અંતિમ સંસ્કાર માટે ભરૂચ વહીવટી તંત્ર દ્વારા રાજયમાં સૌ પ્રથમવાર અલાયદું સ્મશાન ઉભું કરવામાં આવ્યું છે. ભરૂચના ગોલ્ડન બ્રિજના અંકલેશ્વર છેડે નર્મદા નદીના પટમાં ઉભા કરાયેલા આ સ્મશાન સુધી નર્મદા નદીના નીર પહોંચી ગયા છે. સરદાર સરોવર નર્મદા ડેમમાંથી 9 લાખ ક્યુસેક પાણી છોડાતા નદી તેની ભયજનક 24 ફૂટની સપાટીથી 3 ફૂટ ઉપર વહી રહી છે. નદીનું જળસ્તર હજુ વધવાની સંભાવના છે, ત્યારે સ્મશાન નદીના પાણીમાં ગરકાવ થઈ જશે ત્યારબાદ કોરોનાગ્રસ્ત મૃતકના અંતિમસંસ્કાર ક્યાં કરવા એ પ્રશ્ન ઉભો થશે.