જામનગરમાં લોકમેળાનો શુભારંભ, આવતી કાલથી માનવમહેરામણ ઉમટશે - લોકમેળો
🎬 Watch Now: Feature Video
જામનગરઃ શહેરમાં રંગમતી નદીના પટમાં અને પ્રદર્શન ગ્રાઉન્ડમાં લોકમેળો યોજાશે. ગુરુવારના રોજ સાંજે 6 વાગ્યે મહાનગરપાલિકાના મેયર લોકમેળો ખુલ્લો મુકવામાં આવશે. લોકમેળો ખુલ્લો મૂકતી વખતે જામનગરના સાંસદ પૂનમ માડમ રાજ્યના અને પુરવઠા પ્રધાન હકુભા જાડેજા તેમજ મહાનગરપાલિકાના કોર્પોરેટરો સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહેશે. મેળામાં કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે મહાનગરપાલિકાએ 5 કરોડનો વીમો ઉતરાવ્યો છે. તો મેળામાં ચોરી અટકાવવા માટે CCTV કેમેરા લગાવવામાં આવ્યા છે. આમ, ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે લોકમેળો યોજાશે.