વડોદરામાં વૃદ્ધે એપાર્ટમેન્ટના બીજા માળેથી લગાવી છલાંગ, કરી આત્મહત્યા - ગુજરાત કોરોના

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Jul 4, 2020, 2:15 PM IST

વડોદરા: શહેરના ગોત્રી વિસ્તારમાં એક વૃદ્ધ પુરુષે એપાર્ટમેન્ટના બીજા માળેથી છલાંગ મારી મોતને વ્હાલું કરતાં ચકચાર મચી ગયો છે. ગોત્રી વિસ્તારમાં જૂના ટીબી હોસ્પિટલ પાસે આવેલા શિવમ ફ્લેટમાં આ ઘટના બની છે. આ એપાર્ટમેન્ટના બીજા માળે દિલીપ દેસાઈ નામના વૃદ્ધ રહેતાં હતાં. તેમણે કોઈ કારણોસર બીજા માળેથી છલાંગ મારી આપઘાત કરી લેતાં ખળભળાટ મચી ગયો છે. જોકે, મહત્વની બાબત એ છે કે, આ વૃદ્ધે હાથના ભાગે ઘા ઝીંક્યા હોવાનું નજરે પડ્યું હોય અનેક તર્ક વિતર્ક સર્જાયા હતા. આ બનાવની જાણ થતા DCP સંદીપ ચૌધરી અને ACP એ.વી.રાજગોર સહિત ગોત્રી પોલીસ મથકનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યો હતો. આ બનાવ સંદર્ભે ગુનો નોંધી મોતનું સાચું કારણ જાણવા આગળની કાર્યવાહી શરૂ કરી છે.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.