સુરતઃ પાંડેસરામાં ભરાયું વરસાદી પાણી, સ્થળ તપાસે ગયેલા ભાજપ કોર્પોરેટરનો સ્થાનિકોએ લીધો ઉધડો - Corporetor
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-8515535-879-8515535-1598085940806.jpg)
સુરત: વહેલી સવારથી જ સુરતના પાંડેસરા વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. જેના કારણે ત્રણથી ચાર ફૂટ જેટલું પાણી ભરાયું હતું. જેથી ભાજપના કોર્પોરેટર ડૉ. વાનખેડે વરસાદગ્રસ્ત વિસ્તારની મુલાકાત લેવા ગયા હતા. જ્યાં સ્થાનિક લોકોએ ભાજપ કોર્પોરેટરને ઉધડો લેતા અત્યાર સુધી દેખાયા ન હોવાનો આક્ષેપ કર્યો હતો. સ્થાનિક લોકોએ કોર્પોરેટર સામે હોબાળો મચાવતા કોર્પોરેટરને સ્થળ છોડી નાસી જવાની ફરજ પડી હતી.