રાજકોટમાં કરણી સેનાએ ચીનનો વિરોધ કર્યો, ચાઈનીઝ વસ્તુઓનો કર્યો બહિષ્કાર - રાજકોટ કોરોના ન્યુઝ
🎬 Watch Now: Feature Video
રાજકોટઃ ભારત અને ચીનની સરહદ પર થયેલા ઘર્ષણમાં દેશના 20 જેટલા જવાનો શહીદ થયા છે. દેશમાં ચીન વિરુદ્ધ રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે જીલ્લાની રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના દ્વારા ચાઈનીઝ વસ્તુઓનો બહિષ્કાર કરવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં કરણી સેનાના કાર્યકર્તાઓ દ્વારા ચીનની કોઈપણ વસ્તુઓનો ઉપયોગ નહીં કરવાની પ્રતિજ્ઞા લીધી હતી. આ સાથે જ દેશવાસીઓને પણ ચીનની બનાવટની આઈટમો ઉપયોગમાં ન લેવાની અપીલ કરી હતી. તેઓ દ્વારા ચીનનો ફ્લેગ અને તેના રાષ્ટ્રપતિના ફોટાને સળગાવીને તેનો ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો. શહેરના બહુમાળી ચોક નજીક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલિ પણ આપવામાં આવી હતી.
Last Updated : Jun 23, 2020, 3:41 PM IST