પોરબંદરમાં ફોરેસ્ટ વિભાગે રાતડી દરિયાકાંઠે રેડ પાડી, રેતી ચોરી કરતા શખ્સો નાસી છૂટયા

By

Published : May 26, 2020, 9:46 AM IST

thumbnail
પોરબંદરઃ શહેરના રાતડી દરિયાકાંઠે રેતી ચોરી કરનારા બેફામ બન્યા છે. ત્યારે, પોરબંદર દરિયાકાંઠામાંથી મોટાપાયે રેતીની ચોરી થઈ રહી છે. આજે સવારે રાતડી ગામે દરિયાકાંઠે ટ્રેક્ટરમાં લોડર દ્વારા રેતી ચોરી થઈ રહી હતી. તેની જાણ ફોરેસ્ટ વિભાગને થતા વિભાગ દ્વારા રેડ પાડવામાં આવી હતી. અને ટ્રેક્ટર અને લોડર ચાલક વાહન લઇને નાસી છૂટયા હતા. ત્યારે બાઇક ચાલક બાઇક મુકીને નાસી છૂટતા ચાર શખ્સો સામે ગેરકાયદેસર રેતી ચોરી અને ફરજમાં રૂકાવટ અંગેની ફરિયાદ નોંધાઇ છે.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.