પોરબંદરમાં વનવિભાગની જહેમત બાદ દીપડો પાંજરે પૂરાયો - RGT College Area
🎬 Watch Now: Feature Video

પોરબંદરઃ જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી કોસ્ટગાર્ડ તેમજ RGT કોલેજ વિસ્તાર નજીક દીપડો વારંવાર જોવા મળતો હતો. જેનાથી આસપાસના રહેણાંક વિસ્તારમાં રહેતા લોકોમાં દહેશત વ્યાપી હતી, તેમજ માલધારીઓ પણ રાત્રે પ્રાણીઓના રખોપા રાખતા હતા. વન વિભાગ દ્વારા દીપડાને પાંજરે પુરવા માટે અલગ અલગ વિસ્તારમાં આઠ જેટલા પાંજરા મુકવામાં આવ્યાં હતા, જેથી રવિવારે અને નવાગામ દરિયાકાંઠેથી દીપડો પાંજરે પૂરાયો હતો. પોરબંદર વન વિભાગ દ્વારા પાંજરામાં મારણ મૂકવામાં આવતું હતું. દીપડો મારણ ખાવાની લાલચે આવતા પાંજરે પૂરાયો હતો, જેથી આસપાસના લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.