પાટણમાં સેવાભાવી સંસ્થાએ છાશનું વિતરણ કરીને લોકોના ઠાર્યા પેટ... - PTN
🎬 Watch Now: Feature Video
પાટણ:છેલ્લા 4-5 દિવસથી ગરમીના લીધે લોકો રોટલીની જેમ શેકાઇ રહ્યા છે. ત્યારે લોકોને વિનામુલ્યે લોકોના આરોગ્યની સુખાકારી માટે ભારત વિકાસ પરિષદ ની સિદ્ધહેમ શાખા, યુવા ભાજપ અને લાયન્સ કલબ દ્વારા બગવાડા ચોક ખાતે 3 દિવસ સુધી ઠંડી છાશનું વિતરણ કર્યું હતું. જેનો લાભ મોટી સંખ્યામાં નગરજનો તથા ગ્રામ્યવિસ્તારના લોકોએ લાભ લીધો હતો. પ્રથમ દિવસે જ 400 લિટરનું વિતરણ કરવામાં આવ્યું હતું.
Last Updated : Jun 6, 2019, 6:09 PM IST