મોરબીમાં ભાજપ દ્વારા CAAના સમર્થનમાં અભિયાન શરૂં કરાયું - મોરબીમાં CAAના સમર્થનમાં અભિયાન શરૂ
🎬 Watch Now: Feature Video
મોરબી: કેન્દ્ર સરકાર દ્વારા નાગરિકતા સંશોધન કાયદો સંસદમાંથી પસાર કર્યા બાદ તેનો વિરોધ થઇ રહ્યો છે. ત્યારે ભાજપ દ્વારા CAA સમર્થન અભિયાન શરૂં કરવામાં આવ્યું છે. આ કાયદા અંગે લોકોને સમજ આપી જાગૃત કરવામાં આવી રહ્યા છે. જે અભિયાન અંતર્ગત ભાજપના અગ્રણીઓએ ઘરે-ઘરે પહોંચીને લોકોનો સંપર્ક કર્યો હતો. તેમજ નાગરિકો પાસે પોસ્ટકાર્ડ લખાવી તેમજ મિસ્ડ કોલ દ્વારા CAAને સમર્થન આપવા અપીલ કરી હતી.