કેશોદમાં SBIના મેનેજરનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો - કેશોદના આંબાવાડી વિસ્તાર
🎬 Watch Now: Feature Video
જૂનાગઢઃ કેશોદ તાલુકામાં વધુ એક કોરોના પોઝિટિવ કેસ નોંધાયો છે. કેશોદના આંબાવાડી વિસ્તારના આલીશાન એપારમેન્ટમાં રહેતા SBIના મેનેજર દિનેશ ચૌહાણને કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. થોડાજ દિવસ પહેલાં તેઓ અમદાવાદથી કેશોદ પરત આવ્યા હતા અને તેઓ હોમ કોરોન્ટાઇનમાં હતા, જયારે આજે તેમનો કોરોના પોઝિટિવ રિપોર્ટ આવતાં આલીશાન એપાર્ટમેન્ટને સીલ કરી દેવામાં આવ્યું છે.