કેશોદમાં જરૂરિયાતમંદ લોકોને જીવન જરૂરી વસ્તુઓનું વિતરણ કરવામાં આવ્યું - Distribution of essentials by Bharat Vikas Parishad
🎬 Watch Now: Feature Video
જૂનાગઢઃ જિલ્લામાં ભારત વિકાસ પરિષદ કેશોદ શાખા દ્વારા કેશોદ શહેરના જુદા-જુદા વિસ્તારોમાં ત્રણ દિવસ સુધી લોકો પાસે રૂબરૂ જઈને બિન ઉપયોગી ચિજ વસ્તુઓ એકત્ર કરી હતી. જે એકત્ર કરેલી તમામ ચિજ વસ્તુઓનું શહેરના જુદા જુદા વિસ્તારોમાં રહેતાં જરૂરીયાતમંદ લોકો સુધી વિતરણ કરવામાં આવ્યુ હતું. જેમાં કપડા, વાસણ, બુટ, ચંપલ રમકડા, પુસ્તકો થેલાઓ સહીતની વસ્તુઓના વિતરણ સાથે બાળકોને ફટાકડા તથા મીઠાઈનું વિતરણ કરી જરૂરીયાતમંદ લોકો પણ દીવાળીની ઉજવણી કરી શકે તેવા ઉદેશથી આ કામગીરી કરવામાં આવી હતી.