જૂનાગઢઃ કેશોદ સ્મશાનમાં આધુનિક ડીઝલ ભઠ્ઠી મોટાભાગે બંધ હાલતમાં, શેડના બાંધકામમાં ગેરરીતિ થયાનો આક્ષેપ - જૂનાગઢ
🎬 Watch Now: Feature Video
જૂનાગઢ : કેશોદ નગરપાલિકા સંચાલિત સ્મશાનમાં 14મા નાણાપંચ યોજના અંતર્ગત નગરપાલિકા સ્મશાનમાં આધુનિક ડીઝલ ભઠ્ઠી અને સ્મશાન શેડ રિટેઈનિંગ વોલ, કમ્પાઉન્ડ વોલ તથા ગાર્ડન સહિતનું 112 લાખ 80 હજારના ખર્ચે નિર્માણ કરવામાં આવ્યું હતું. જેનું 9 ફેબ્રુઆરી, 2020ના રોજ લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જે બાદ માત્ર 6 મહિનામાં આ ડીઝલ ભઠ્ઠી અને નવુ બાંધકામ બિસ્માર થઈ જતા વેપારી આગેવાન રાજુભાઈ બોદર દ્વારા કેશોદ નગરપાલિકા કચેરી ધારાસભ્ય, સાંસદ, નગરપાલિકા નિયામક સહિતને આ અગાઉ પણ રજૂઆત કરવામાં આવી હતી. તેમ છતાં કોઈ પ્રશ્ન હલ ન થતા ફરીથી રજૂઆત કરી હતી. જો આગામી 15 દિવસ નિરાકરણ નહીં આવે તો કેશોદની સામાજિક કાર્યકરો, સામાજીક સંસ્થાઓ અને શહેરીજનોને સાથે રાખી મંજૂરી મેળવી સ્મશાનમાં રામધુન બેસાડી ઉગ્ર વિરોધ કરવામાં આવશે, તેવી પણ ચીમકી ઉચ્ચારી છે.