ભિલોડામાં તસ્કરોએ માજા મુકી, 60,000ની ચોરી - Torture of smugglers in Bhiloda
🎬 Watch Now: Feature Video
અરવલ્લીઃ જિલ્લામાં ચોરીની ઘટનાઓએ માજા મુકી છે. દર 2-3 દિવસે ચોરીની ઘટનાઓ પ્રકાશમાં આવી રહી છે, ત્યારે ભિલોડાના મોકરોડામાં આવેલી પ્રોવિઝન સ્ટોર્સમાં ચોરીની ઘટનાથી વેપારીઓ અને દુકાનદારોમાં ભયનો મહોલ સર્જાયો છે. તસ્કરોએ દુકાનનું તાળું તોડી રોકડ અને સોનાની વસ્તુ સહિત રૂપિયા 60 હજારની ચોરી કરી હતી. રાહદારીઓને શંકા ના જાય તે માટે ઘટના સ્થળે ચોરી કરનાર ઇસમોએ દુકાનની આસપાસ આડશ ગોઠવી હતી અને બીજી બાજુ ભિલોડાથી માકરોડા સુધી રસ્તા પરની તમામ સ્ટ્રીટ લાઈટો બંધ હતી. જેના કારણે તસ્કરોએ અંઘારાનો લાભ લીધો હતો. દુકાનદારે ભિલોડા પોલિસ સ્ટેશને ફરિયાદ નોંધાવી હતી, અને પોલીસે આગળ કાર્યવાહી હાથ ધરી હતી. ઉલ્લેખનીયા છે કે ભિલોડામાં દુકાનોનામાં ચોરી થઇ હતી અને ચોરીની આ બીજી ઘટનાના કારણે લોકો ચોરોના આતંકથી ભય ભીત થયા છે.